જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડો.હિતેશ જાનીની ભારતના 'એનિમલ વેલફેર બોર્ડ'માં ડાયરેક્ટર તરીકે પુનઃ નિયુક્તી
જામનગર,તા.1 જુન 2023,ગુરૂવાર
ભારત સરકાર ના “પ્રાણી કલ્યાણ” ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયામાં જામનગરના વતની અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડો.હિતેશ જાનીની મોદી સરકાર દ્વારા પુન: નિયુક્તિ કરવામાં આવી છે.
ભારત સરકારના “પ્રાણી કલ્યાણ” ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા કે જે, કેન્દ્ર સરકારના એગ્રીકલચરલ અને એનીમલ હસબન્ડરી મિનીસ્ટ્રી દ્વારા સંચાલિત છે, જેમાં ગૌસેવા સહિત કીડી થી કુંજર (હાથી) કોઈ પણ પ્રાણી-પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ જંતુની રક્ષા અને કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ બોર્ડમાં લોકસભા તથા રાજ્ય સભાના સાંસદો તથા વિવિધ મંત્રાલયોના સેક્રેટેરીઓના સરકારી સભ્યો તથા દેશના 11 વરિષ્ઠ એક્સ્પર્ટ વૈજ્ઞાનિકો મળીને કુલ 20 સભ્યોની નિયુક્ત આ બોર્ડમાં થાય છે, જે ગેજેટેડ બોર્ડનું સ્વતંત્ર હેડ ક્વાર્ટર વલ્લભગઢ હરિયાણા ખાતે આવેલું છે.
ડો.હિતેશ જાની આ પહેલાં પણ 5 વર્ષ સુધી આ બોર્ડના ડાયરેક્ટર રહ્યા છે. જેમના કાર્યની નોંધ લઈને મોદી સરકારે તેમની પુનઃ નિયુક્ત કરેલ છે.
સમગ્ર દેશના નિયુક્ત પામેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાં ભારત સરકારના આ બોર્ડમાં જામનગરના ડો.હિતેશ જાની ગુજરાત રાજ્યમાંથી એક માત્ર નિયુક્ત થયેલા છે.