જામનગરના માજી રાજવી દ્વારા ઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો
જામનગર તા 27 મે 2022,શુક્રવાર
જામનગરમાં માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામસાહેબ) દ્વારા ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ એવા સદગુરુ જગ્ગી વાસુદેવને આવકારવા માટેનો વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે જામનગરની શાન સમા પ્રતાપ વિલાસ પેલેસને પણ ઝળહળતી રંગબીરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત તસવીરમાં માજી રાજવી જામસાહેબ દ્વારા વિશેષ પ્રકારની લાઇટોની રોશની સાથે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસને શણગારવામાં આવ્યો છે. જેનો જાજરમાન અને ભવ્ય નજારો નિહાળી શકાય છે. પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો નિહાળીને અનેક શહેરીજનો આનંદિત થયા હતા.
જામનગરના માજી રાજવી દ્વારા ઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો#jamnagar #PratapVilasPalace #sadguruJaggiVasudev pic.twitter.com/TsXfCn9Z40
— Gujarat Samachar (@gujratsamachar) May 27, 2022