જામજોધપુર તાલુકાના ભોજા બેડી ગામના કેન્સરના દર્દી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની વરદાન રૂપ
જામનગર, તા. 18 નવેમ્બર 2023 શનિવાર
જામનગર જિલ્લા ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જામજોધપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર ડો.અલ્તાફ વસનાણી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેઠ વડાળા ના સબ સેન્ટર ભોજા બેડી ગામ માં રહેતા આરતીબેન અશ્વિનભાઈ સાકરિયા (ઉમર ૩૦ વર્ષ) નામના બહેન ને ૩ મહિના થી મોઢા માં ચાંદા પડવા જેવી તકલીફ હતી. તેણીએ ગામ ની આશા વર્કર પુનમબેન અપારનાથી ને વાત કરી હતી.
આશા વર્કર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજા બેડી ખાતે પ્રાથમિક તપાસ માટે રીફર કરાયા હતા, જ્યાં સેન્ટર પર કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પ્રદીપભાઈ સાગઠીયા , આરોગ્ય કર્મચારી વિજયભાઈ કંડોરીયા , જસુબેન વારસંકીયા દ્વારા દર્દી ની તકલીફ માં દર્દી ને ૩ મહિના થી મોઢા માં ચાંદા પડતા હોવાથી કેન્સર જેવું અનુમાન લાગ્યું હતું. આથી તેણીને સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.
દર્દી એ જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલ માં કેન્સર ના રીપોર્ટ કરાવ્યા હતા, ત્યાં ઓરલ કેન્સર નિદાન થયું હતું, અને સર્જરી માટે રાજકોટ ની નાથાલાલ પારેખ હોસ્પિટલ ખાતે ગયા હતા. ત્યાં ખર્ચ વધારે થતો હોય અને લાભાર્થી પાસે પેલાથી જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજા બેડી દ્વારા (પીએમ-જય) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નું કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું, માટે દર્દી ની ઓરલ કેન્સર ની સર્જરી તે કાર્ડ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી હતી. હાલ દર્દી ની તબિયત સારી છે સબ સેન્ટર બોજા બેડી ની આરોગ્ય ટીમ દ્વારા બેંક માં ખાતું ખોલાવી આપવામાં આવ્યું હતું, અને સરકાર શ્રી દ્વારા કેન્સર ના દર્દી માટે સામાજિક કલ્યાણ ખાતા દ્વારા સહાય માટે ફોર્મ પણ ભરી આપવામાં આવ્યું હતું.
હાલ અઠવાડિયા માં ૩ વખત દર્દી ની મુલાકાત કરવામાં આવે છે અને મોઢા ની કસરત કરાવવામાં આવે છે. દર્દી ના પરીવાર દ્વારા આરોગ્ય ટીમ નો આભાર માન્યો હતો, અને સરકાર દ્વારા ચાલતી પીએમ જય યોજના થકી લાભાર્થી ને વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી, તેમ આરોગ્ય ની ટીમ અને ડી.એસ.બી.સી.સી. ચિરાગભાઈ પરમાર ની યાદીમાં જણાવાયું છે.