Get The App

જામનગરમાં વીજતંત્ર સંબંધિત કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિજ તંત્રના સુરક્ષાકર્મીનું સન્માન

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વીજતંત્ર સંબંધિત કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિજ તંત્રના સુરક્ષાકર્મીનું સન્માન 1 - image

જામનગર,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર 

જી.યુ.વી.એન.એલ. તથા પી.જી.વી.સી.એલ. જામનગર તથા સૌરાષ્ટ્રભરમાં વીજતંત્રને સંબંધિત કેસોમાં ચાર્જશીટ, માંડવાળ કેસમાં 1 કરોડ જેટલી રિકવરી તથા બંદોબસ્ત અને વોરંટની બજવણી સહિતની મહત્વની કામગીરી ઉત્કૃષ્ટ રીતે નિભાવવા બદલ જામનગર જી.યુ.વી.એન.એલ.ના પોલીસ કર્મચારી રણજીતસિંઘ લુબના ને રાજકોટ ખાતે પી.જી.વી.સી.એલ. ની કોર્પોરેટ ઓફિસે મેનેજીંગ ડિરેક્ટર દવેના હસ્તે બેસ્ટ પરફોમન્સ તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી દરમિયાન જામનગરના વિજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રણજીતસિંઘ લુબનાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News