Get The App

જામનગરના નવાગામ ઘેડ બાપુનગરમાં વહેલી સવારે ટ્રક ચાલકે વીજપોલ ભાંગી નાખતાં વિજ વિક્ષેપ સર્જાયો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
જામનગરના નવાગામ ઘેડ બાપુનગરમાં વહેલી સવારે ટ્રક ચાલકે વીજપોલ ભાંગી નાખતાં વિજ વિક્ષેપ સર્જાયો 1 - image


- સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની ટેક્નિકલ ટીમે ગણતરીના કલાકોમાં જ નવો પોલ ઉભો કરી વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો

જામનગર,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે વીજ પોલને ભાંગી નાખ્યો હતો, જેથી વીજ વિક્ષેપ સર્જાયો હતો. પીજીવીસીએલની ટુકડી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી, વીજ પુરવઠાને પૂર્વવત બનાવી દીધો હતો.

 જામનગરના નવાગામ ઘેડ બાપુનગર વાળા રસ્તા પર આંગણવાડી પાસે આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં પુરપાટ વેગે આવી રહેલા એક ટ્રકના ચાલકે રોડની સાઈડમાં ફીટ કરાયેલા એક વીજ પોલને ઠોકર મારી દેતાં વિજ પોલ નીચેથી ભાંગી ગયો હતો, અને વાયર પર લટકી રહ્યો હતો. જેથી ઉપરોક્ત વિસ્તારમાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.

 જે અંગેની જાણકારી મળતાં સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરીના નાયબ ઈજનેરની રાહબરી હેઠળ વિજ તંત્રની એક ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને જોખમી પાવર બંધ કર્યા પછી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી હતી, અને પોલ બદલી નાખ્યા પછી તુરતજ વિજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો.


Google NewsGoogle News