જામનગર શહેર તેમજ લાલપુરમાં પોલિસના દારૂ અંગે 3 સ્થળે દરોડા

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર તેમજ લાલપુરમાં પોલિસના દારૂ અંગે 3 સ્થળે દરોડા 1 - image


Image: Freepik

જામનગર શહેર તેમજ લાલપુરના આરબલુસ ગામે પોલીસે દારૂ અંગેના ત્રણ દરોડા પાડયા હતા. જેમાં બે રહેણાંક મકાનમાંથી દારૂના ચપટા તેમજ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ અન્ય એક દરોડામાં ઈંગ્લીશ દારૂના પાઉચ પકડી પાડયા છે. આ દરોડામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બેને ફરાર જાહેર કરાયો છે.      

જામનગરમાં આશાપુરા મંદિર પાસે આવેલા કુંભારવાડામાં રહેતો મામદ કાસમભાઈ હાલાણી નામનો શખસ દારૂ–બીયર વેચતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી તેના રહેણાંક મકાનમાં દરોડો પાડતા સ્થળ પરથી રૂા. ર૪૦૦ની કિંમતના ર૪ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા હતા. જ્યારે આરોપી હાજર મળી આવેલ ન હોય તેમને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.     

આ ઉપરાંત હાલ જામનગરમાં મયુર ટાઉનશીપ ગેટની બાજુમાં આવેલ શાલીગ્રામ હોટલ પાસે રહેતો અશોક ખીમજીભાઈ ગડારા નામના શખ્સે લાલપુરના આરબલુસ ગામે આવેલા તેમના રહેણાંક મકાનમાં દારૂ છૂપાવ્યો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ૧૧૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૂના ૧૧ ચપટા મળી આવ્યા હતા. જે કબ્જે કરી આરોપી અશોક ગડારાની ધરપકડ કરી હતી. જ્યારે શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ ગરબી ચોકની સામે રહેતો મનિષ જેઠાભાઈ વાઘેલા નામના શખ્સની રૂા. ૬૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૂના ૬ પાઉચ સાથે પોલીસે ધરપકડ કરી છે.


Google NewsGoogle News