Get The App

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ 1 - image


સોમવાર તા. 01 જુલાઇ, 2024થી નવા કાયદા ની અમલવારી ના અનુસંધાને સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થનિક વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગની એક બેઠક શનીવારે યોજાઇ હતી.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ 2 - image

અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા. 1 જુલાઇ, 2024થી ધરખમ ફેરફાર થવાં જઇ રહ્યા છે. જે ગુજરાત પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. જેના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Google NewsGoogle News