Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલમાં બાળમજૂરી કરી રહેલા બે બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલમાં બાળમજૂરી કરી રહેલા બે બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા 1 - image


                                                                       Image: Freepik

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ચા ની હોટલમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બે બાળકોને મુક્ત કરાવ્યા છે, અને તેના વાલીને સોંપી દીધા છે. જ્યારે હોટલ સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગરના પોલીસ ના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મેહુલ નગર રોડ પર આવેલી કાનો માલધારી ટી સ્ટોલમાં નાના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકોનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે.

જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ. ની પોલીસ ટીમે ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ૧૬ વર્ષથી નાની વયના બે સગીર બાળકો કામ કરી રહેલા મળી આવ્યા હતા. જેથી પોલીસ ટીમે બંને બાળકોના વાલીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને તેઓનો કબજો વાલીને સોંપી દઇ ફરીથી બાળકોને કામે નહીં મોકલવા સૂચન કર્યું હતું.

ઉપરાંત હોટલના સંચાલક નિલેશ નથુ માડીયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર તેમજ સ્ટાફે કરી હતી.


Google NewsGoogle News