જામનગરના ધ્રોળ નજીક આઈશરમાં ખીચોખીચ બાંધેલા 10 વાછરડાઓને પોલીસે મુક્ત કરાવ્યા

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
જામનગરના ધ્રોળ નજીક આઈશરમાં ખીચોખીચ બાંધેલા 10 વાછરડાઓને પોલીસે મુક્ત કરાવ્યા 1 - image

image : Socialmedia

જામનગર.તા.6 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર લૈયારા ગામના પાટીયા પાસે એક આઇસરમાં ખીચોખીચ બાંધીને લઈ જવામાં આવી રહેલા 10 વાછરડાઓને પોલીસે મુક્ત કરાવ્યા છે, અને પડધરીના બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામના ધીરજભાઈ જગાભાઈ ગઢીયા તેમજ જેઠાભાઈ ઝીણાભાઈ લીંબાસીયા કે જે બંને એક આઇસરમાં 10 જેટલા નાના-મોટા ગાયના વાછરડાઓને ખીચોખીચ ભરીને બાંધી લઈ જઈ રહ્યા હતા.

 દરમિયાન ધ્રોળ તાલુકાના મોટા ગરેડિયા ગામના પાટીયા પાસે માલધારી ભુરાભાઈ નાગજીભાઈએ તેઓને અટકાવીને પોલીસને જાણ કરી હતી. જેથી ધ્રોળ પોલીસે બંનેની અટકાયત કરી લઇ આઇસર કબજે કરી લીધું છે, અને તેમાં રહેલા દસ પશુઓને બચાવ્યા છે.

 જે બંને શખ્સ સામે પશુઓ તરફ ઘાતકીપણું અટકાવવા માટેનો કાયદો 1960 ની કલમ 11 (ડી)(ઇ)(એફ) મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની અટકાયત કરી લીધી છે.


Google NewsGoogle News