જામનગર શહેરમાંથી વધુ એક મોટર સાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી વધુ એક મોટર સાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ 1 - image


Jamnagar Vehicle Theft : જામનગર શહેરમાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ રહયો છે, અને શહેરમાંથી વધુ એક બાઈકની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામનગરમાં લાલપુર બાયપાસ પાસે હરીપાર્ક ટુ માં રહેતા આશિષ પ્રભુલાલ મકવાણા નામના 28 વર્ષના દલવાડી યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News