Get The App

મુંબઈથી જામનગર આવેલા ટ્રાન્સપોર્ટરને જામનગરના પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ

Updated: May 5th, 2024


Google NewsGoogle News
મુંબઈથી જામનગર આવેલા ટ્રાન્સપોર્ટરને જામનગરના પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગરમાં મુંબઈથી આવેલા એક ટ્રાન્સપોર્ટરને પોતાના પરિચિત ની વાતચીતમાં વચ્ચે આવવાના કારણસર ભાનુશાલી જ્ઞાતિના પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા વસંતભાઈ અરજણભાઈ ભદ્રા (ઉંમર વર્ષ 52), કે જેઓ પરમદિને મુંબઈથી જામનગર જ્ઞાતિના ભજન સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, અને જામનગરની એક હોટલમાં ઉતર્યા હતા. 

દરમિયાન તેઓને જામનગરના ભુપતભાઈ શેઠિયા અને પાર્થ ભુપતભાઈ નામના પિતા પુત્ર તથા લાલો કાંતિભાઈ ચાંદ્રા વગેરેએ આવીને તમે અમારા પરિચિતોની શું કામ વાતો કરો છો, અને તેઓની વચ્ચે શુકામ આવો છો, તેમ કહી ઝઘડો કર્યો હતો, અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં પીએસઆઇ એમ. કે. બ્લોચે વસંતભાઈ ભદ્રાની ફરિયાદના આધારે પિતા પુત્ર સહિતના ત્રણેય આરોપીઓ ભૂપતભાઈ શેઠિયા, પાર્થ ભુપતભાઈ અને લાલો કાંતિભાઈ ચાંદ્રાની અટકાયત કરી લીધી છે.


Google NewsGoogle News