કાલાવડના પીપર ગામના એક કારખાનેદાર પાસેથી 30 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલનાર નિકાવાના કરિયાણાના વેપારી સામે પોલીસ ફરિયાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટ નજીક શાપરમાં કારખાનું ધરાવતા એક કારખાનેદારે કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણાના વેપારી પાસેથી 1 લાખ ૫૫ હજારની રકમ 30 ટકા લેખે વ્યાજે લીધા પછી મુદ્દલ રકમ પરત કરી દેવા છતાં વધુ ત્રણ લાખનું વ્યાજની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ વલ્લભભાઈ ઘોડાસર નામના કારખાને જાહેર કર્યા અનુસાર પોતાના ધંધાની જરૂરિયાત માટે ફેબ્રુઆરી 2024ની સાલમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ ભાયાણી પાસેથી 1,55000 30 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેન થોડો સમય માટે પ્રતિદિન 14,500 રૂપિયા લેખે વ્યાજ ચૂકવ્એ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ 1,55,500 રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં 4 કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયા નું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.
જેથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકપમાન લઈ જવાયો હતો જયાં ચિરાગભાઈ ઘોડાસરાની ફરિયાદના આધારે નાણાં ધીરધાર કરી વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી નીકાવા ગામના અમિતભાઈ ભાયાણીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં પોલીસે આઈપીસી કલમ 384,504,506-2, તેમજ મની લોન્ડરિંગ કલમ 5,39,40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.