જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં અને સાત રસ્તા સર્કલ વિસ્તારમાંથી ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં અને સાત રસ્તા સર્કલ વિસ્તારમાંથી ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા 1 - image

image : Freepik

જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂ ની હેરાફેરી થઈ રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે શંકર ટેકરી વિસ્તારમાં વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે.-01 કે.સી.5037 નંબરની કારને રોકીને તેની તલાસી લીધી હતી.

 જે તલાશી દરમિયાન કારમાંથી જુદી જુદી બ્રાન્ડની 108 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત 2,64,000ની માલમતા કબજે કરી લીધી હતી.

 જ્યારે કારના ચાલક જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા હિરેન પરબતભાઈ અસવારની અટકાયત કરી લીધી હતી.

 જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના દિગવિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા રાજા ઘીસકે  અને જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હોવાથી પોલીસે તે બંનેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

 જામનગર નજીક સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ પાસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા અર્જુનસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ખોડુભા સરવૈયા તેમજ રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોઢા નામના બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી છ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને 24 નંગ બિયરના ટીન વગેરે કબજે કરી લીધા છે,


Google NewsGoogle News