જામજોધપુરના ગંગાજળિયા નેશ વિસ્તારના ખેડૂતની 330 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસએ કરી અટકાયત
image : Freepik
Ganja Caught in Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગંગાજળિયા નેશ વિસ્તારમાં રહેતો એક ખેડૂત ખેતી કામના બદલે નસીલા પદાર્થ ગાંજાના વેચાણની પ્રવૃત્તિમાં જોડાયેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામજોધપુર પોલીસે દરોડ પાડી, ખેડૂતને 330 ગ્રામ નસીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે.
જામજોધપુરના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના ગંગાજળિયા નેશ વિસ્તારમાં રહેતો અને ખેતી કામ કરતો મેથીભાઈ જેતાભાઈ મુસાર નામના રબારી શખ્સ ખેતી કામ ના બદલે ગાંજાના વેચાણની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે, તેવી બાતમીના આધારે ગઈ રાત્રે જામજોધપુર પોલીસે ગામમાં દરોડો પાડ્યો હતો. તે દરમિયાન ખેડૂત મેરખીભાઈ જેતાભાઈ 330 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો.
આથી પોલીસે તેની અટકાયત કરી લઇ તેની પાસેથીની 3,300 ની કિંમતનો ગાંજો કબ્જે કરી લઇ, તેની સામે મેરખી જેતાભાઈ સામે જામજોધપુર પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.