જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે પોલીસ તંત્રની સતર્કતા: માર્ચ પાસ્ટ કરાઇ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે પોલીસ તંત્રની સતર્કતા: માર્ચ પાસ્ટ કરાઇ 1 - image

જામનગર,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગર શહેરમાં આજે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચેના હાઈ પ્રોફાઈલ ક્રિકેટ જંગ વચ્ચે સમગ્ર શહેરમાં કોઈ પ્રતિક્રિયા જોવા ન મળે, તે સંદર્ભમાં પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સતર્કતા દાખવામાં આવી રહી છે, અને શહેરના અનેક સંવેદનશીલ એવા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.

 ગઈકાલે મોડી સાંજે તેમજ રાત્રીના સમયે સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડાની રાહબરી હેઠળ દરબાઢગઢ સર્કલ થી લઈને કાલાવડનાકા બહારના વિસ્તારની તમામ સોસાયટીઓ તેમજ બર્ધન ચોક સહિતના આસપાસના વિસ્તારમાં માર્ચ પાસ્ટ યોજાઇ હતી.

જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે પોલીસ તંત્રની સતર્કતા: માર્ચ પાસ્ટ કરાઇ 2 - image

 જેમાં સિટી એ. ડિવિઝનનો તમામ પોલીસ સ્ટાફ જોડાયો હતો, અને સંપૂર્ણપણે સતર્કતા દાખવવામાં આવી રહી છે. શહેરમાં આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો વગેરેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં મોડી સાંજે અવર જવર કરનાર કેટલાક વાહનોમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. 

ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.


Google NewsGoogle News