જામનગર : કાલાવડના કાલમેઘડા ગામમાં વીજ ચેકીંગ માટે ગયેલી વિજ ટુકડીની ફરજમાં રૂકાવટ કરી પ્રવેશવા ન દીધા: ત્રણ સામે ફરિયાદ
image : File photo
Jamnagar PGVCL Cheacking : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં વીજ ચેકિંગ કરવા માટે ગયેલી વિજ ટુકડીને 3 શખ્સોએ ગામમાં પ્રવેશવા દીધા ન હતા, અને ચેકિંગ ટુકડીની ફરજમાં રૂકાવટ કરી હતી. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
રાજકોટ પીજીવીસીએલના રૂરલ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ડેનિશભાઈ નરેન્દ્રભાઈ વાછાણી પોતાની ટીમ સાથે ગઈકાલે કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ચેકિંગ માટે ગયા હતા, જે દરમિયાન ગામના ત્રણ અજાણ્યા શખ્સોએ વિજ ટુકડીને રોકી લીધા હતા, અને મોટા અવાજે દેકરો કરી ગ્રામજનોને ભેગા કરી લીધા હતા, અને ગામમાં ચેકિંગ કરવા માટે પ્રવેશવા નહીં દઈ ચેકિંગ ટુકડીને ફરજમાં રૂકાવટ કરી હતી.
જેથી વિજ ચેકિંગ ટુકડી ત્યાંથી પરત ફરી હતી, અને કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે.