Get The App

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર PGVCLની બોલેરો પલટી મારી જતાં ચાલક અને ત્રણ લાઈનમેન સહિત ચારને ઇજા

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર PGVCLની બોલેરો પલટી મારી જતાં ચાલક અને ત્રણ લાઈનમેન સહિત ચારને ઇજા 1 - image

જામનગર,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગરમાં ગોકુલનગર સબ ડિવિઝનની પીજીવીસીએલની બોલેરો ગઈ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં હરિયા કોલેજ રોડ પર કમાન તૂટી જવાના કારણે પલટી મારી ગઈ હતી, જે અકસ્માતમાં બોલેરોના ચાલક તથા અંદર બેઠેલા અન્ય ત્રણ લાઈનમેન વગેરેને ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના પીજીવીસીએલ ગોકુલનગર સબ ડિવિઝનની જી.જે.10 ટી.ઝેડ.8405  નંબરની બોલેરો કેમ્પરમાં પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ મસિતીયા ફીડર ફોલ્ટમાં ગયો હોવાથી તેના રીપેરીંગ કામ માટે જઈ રહ્યા હતા.

 જે દરમિયાન હરિયા કોલેજ રોડ પર બોલેરો કેમ્પરની કમાન સ્પીડ બ્રેકરના કારણે તૂટી જતાં બોલેરો પલટી મારી ગઈ હતી, અને તેમાં બેઠેલા ડ્રાઇવર ભાવેશભાઈ તાળા, ઉપરાંત આસિસ્ટન્ટ લાઈનમેન બી.સી.પરમાર તથા અન્ય બે કર્મચારીઓ ડી.એ.ચોપડા ચોપડા અને જે.બી.ડાભીને નાની મોટી ઈજા થઈ હોવાથી ચારેયને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 જોકે ડ્રાઇવર ભાવેશભાઈ તાળાને માત્ર મુઢમારની ઈજા થઈ હોવાથી પોતાના ઘેર ચાલ્યા ગયા હતા. બાકીના તમામને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.

 આ અકસ્માતના બનાવની જાણ થતા ગોકુલનગર સબ ડિવિઝનના અધિકારી આર.એસ.ગોસ્વામી તથા અન્ય પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે તેમ જ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને મદદ કરી હતી.


Google NewsGoogle News