જામનગરમાં ઇદના તહેવારના દિવસે કોમી વૈમનસ્ય ફેલાય તેવી વિવાદિત પોસ્ટ સોશીયલ મીડિયામાં મુકનાર શખ્સની અટકાયત
image : Freepik
Jamnagar News : જામનગરમાં ઈદના તહેવારના દિવસે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી, જે સંદર્ભે એક કાર્યકરની ફરિયાદના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને વિવાદીત પોસ્ટ મૂકનાર શખ્સની અટકાયત કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જીલ ભરતભાઈ બારાઈ નામના યુવાને ઇન્સ્ટાગ્રામમાં ઈદના તહેવારના દિવસે વૈમનષ્ય ફેલાય તેવી પોષ્ટ મુકનાર મુસ્તાકઅલી યાકુબઅલી સાટી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને ઇન્સ્ટાગ્રામમાં વિવાદિત પોસ્ટ મુકનાર જામનગરના રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતા અને કટલેરીના માલ સામાનની ફેરી કરતાં મુસ્તાકઅલી યાકુબઅલી સાટીની સીટી એ. ડિવિઝન પોલીસએ અટકાયત કરી લીધી છે. અને તેનો મોબાઇલ ફોન કબજે કરી લીધા પછી તેની સામે આઇપીસી કલમ 153(ક), 295(ક), 504-(બી.એન.એસ.) કલમ 196, 299, 352 મુજબ ગુનો નોંધ્યો છે.