Get The App

જામનગરમાં વિઘ્નહર્તા દેવને વસમી વિદાય: નગરજનોમાં અનેરો ઉત્સાહ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
જામનગરમાં વિઘ્નહર્તા દેવને વસમી વિદાય: નગરજનોમાં અનેરો ઉત્સાહ 1 - image


- ઠેર ઠેર ભવ્ય પ્રૌશેષન નીકળ્યા: બાળકોથી લઈને મોટેરાઓ બાપાના રંગે રંગાયા

જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં આજે વિઘ્નહર્તા દેવની વસમી વિદાયનો અવસર એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની પ્રતિમાઓને જુદા જુદા સુંદર આકર્ષક પ્લોટ માં તૈયાર કરીને  વિસર્જન માટે લઈ જવાયા હતા, અને ઠેર ઠેર પ્રોસેસન નીકળ્યા હતા. 

જામનગરમાં વિઘ્નહર્તા દેવને વસમી વિદાય: નગરજનોમાં અનેરો ઉત્સાહ 2 - image

જામનગર શહેરના બાળકો થી માંડીને મોટેરાઓ અબાલ વૃદ્ધ સુધીના ગણેશ ભક્તો ખૂબ જ ધામધૂમ પૂર્વક આ પ્રસંગમાં જોડાયા હતા, અને શહેરના અનેક નાના મોટા વિસ્તારમાંથી ગણપતિ બાપાના ફ્લોટ્સને ઢોલ નગારાના તાલે અથવા તો ડીજેના સથવારે લઈ જવાયા હતા. ત્યારે પ્રત્યેક ગણેશ ભક્તો રાસ ગરબાની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા, અને 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ કો જલ્દી આના ના નારા સાથે સમગ્ર નગરી ગણેશમય બની હતી.જામનગરમાં વિઘ્નહર્તા દેવને વસમી વિદાય: નગરજનોમાં અનેરો ઉત્સાહ 3 - image


Google NewsGoogle News