જામનગરની ટ્રાફિક શાખાની પ્રશંસનીય કામગીરી : માતાના મઢ દર્શને જતા પદયાત્રીઓને સેફટી જેકેટ પહેરાવાયા
Jamnagar Traffic Police : જામનગરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જામનગરથી કચ્છ માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે. તેઓની સુરક્ષાના ભાગરૂપે જામનગરની ટ્રાફિક શાખા દ્વારા લાઈફ જેકેટ પહેરાવીને પ્રશંસનીય કામગીરી કરી હતી.
જામનગરથી કચ્છ તરફ આશાપુરા માતાજીના દર્શન અર્થે પગપાળા ચાલીને જઈ રહેલા પદયાત્રાળુઓ માટે ગઈકાલે રાત્રિના જામનગરની ટ્રાફિક શાખા દ્વારા વિશેષ કેમ્પ રાખવામાં આવ્યો છે, અને પદયાત્રીઓની સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક શાખાના પીઆઇ એમ.બી.ગજ્જર, પીએસઆઇ આર.સી.જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યા હતા, અને તમામ પદયાત્રીઓની સુરક્ષા માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
રાત્રિના અંધારામાં પણ કોઈ વાહનચાલકોને દૂરથી પદયાત્રીઓ સરળતાથી દેખાય તે રીતે ના રેડિયમ લાઈટ સાથેના રેડ કલરના સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. ટ્રાફિક શાખાની આ વિશેષ કામગીરીને લઈને તમામ પદયાત્રીઓએ પણ ટ્રાફિક શાખાની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.