જામનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું
Primary Education Committee Jamnagar : જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેમના હસ્તકની દરેક શાળામાં વાલી સંમેલનનું આયોજન કરાયું છે. શાળામાં ભણતા બાળકોના વાલીઓ સાથે સમિતિના અધ્યક્ષશ્રી ધ્વારા સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો. વાલીઓ તેમના સંતાનોના અભ્યાસ માટે સજાગ રહે, અને યોગ્ય ધ્યાન આપી શકે તે માટે, તેમજ વાલીઓની કોઈપણ રજુઆત હોય તો સીધો સંવાદ થઈ શકે, તેમના માટે વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું.
સરકાર દ્નારા હાલ દરેક શાળામાં સ્માર્ટ કલાસ ચાલુ થયેલ છે. ઉપરાંત દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ ચાલુ કરવામાં આવી છે. તેમજ અક્ષયપાત્ર સંસ્થા ધ્વારા સારામાં સારું ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઉતરોતર વધારો થઈ રહયો છે.
વિદ્યાર્થીઓના વિકાસ સાથે શાળાનો વિકાસના ઉમદા હેતુના ભાગરૂપે શાળા નંબર : 06/38, શાળા નંબર : 01, 03, શાળા નંબર : 12/58 તથા શાળા નંબર : 55 માં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કનખરા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સભ્યઓ યાત્રીબેન ત્રિવેદી, મનીષાબેન બાબરીયા, પરસોતભાઈ કકનાણી, કેળવણી નિરીક્ષક રાજેશભાઈ દવે હાજર રહ્યા હતા. વાલી સંમેલનને સફળ બનાવવા શાળાના આચાર્યઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ દરેક સ્કુલમાં એસ.એમ.સી.સમિતિના સભ્યઓ હાજર રહયા હતા.