જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)નું વિજય દશમી નિમિતે પથ સંચલન યોજાયું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)નું વિજય દશમી નિમિતે પથ સંચલન યોજાયું 1 - image


જામનગર, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયાદશમી નિમિતે પૂરા દેશ ભરમાં પથ સંચલન (પરેડ) નું આયોજન થતું હોય છે, જે અનુસાર જામનગરમાં શનિવાર ને તારીખ 21 ઓક્ટોમ્બર રવિવાર ના રોજ પૂર્ણ ગણવેશ તથા દંડ સાથે શિસ્ત બદ્ધ 200 જેટલા વ્યવસાયી સ્વયંસેવકો નું પથ સંચલન યોજાયું હતું.

આ પૂર્વે 100 જેટલા મહાવિદ્યાલય (કોલેજ) ના વિધાર્થીઓ નું એક પથ સંચલન એક મહિના પૂર્વે યોજાઇ ગયું હતું.

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)નું વિજય દશમી નિમિતે પથ સંચલન યોજાયું 2 - image

આ સંચલન જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ધન અપૂર્વ સોસાયટી થી શરૂ કરી મહાવીર નગર, પટેલ નગર, નંદનવન પાર્ક, સાધના કોલોની, પ્રણામી ટાઉનશિપ જેવી સોસાયટીઓમાંથી પસાર થયું હતું.

પથ સંચલનના રૂટ પર અનેક સ્થળો પર ધર્મ પ્રેમી શહેરીજનો, સોસાયટી ના ભાવિકો,  સાધના કોલોની વેપારી એસોશિએશન તથા વિવિધ સંગઠનો દ્વારા ભાવ પૂર્વક ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં આર.એસ.એસ. દ્વારા નિશ્ચિત અલગ અલગ ઉપનગરો માં વિજયા દશમી નિમિત્ત નવરાત્રી દરમ્યાન અનેક ગરબી મંડળો માં બાળાઓ દ્વારા શસ્ત્ર પૂજન થાય છે, તેમજ ઉપનગરો માં  શસ્ત્ર પૂજન સહિતના ઉત્સવો વિજયા દશમીના દિવસે ઉજવાશે.


Google NewsGoogle News