રાજકોટ રેન્જના આઈ.જી ની ઉપસ્થિતિમાં જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
રાજકોટ રેન્જના આઈ.જી ની ઉપસ્થિતિમાં જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ 1 - image


- વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ઉપસ્થિત રહેલા રેન્જ આઈ.જી.ની હાજરીમાં પોલીસ પરેડ તેમજ મોકડ્રિલ પણ યોજાઈ

જામનગર,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

રાજકોટ રેન્જના આઈ.જી. અશોક યાદવનું જામનગર જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, અને તેઓનો ત્રણ દિવસનો જામનગરનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આજે પોલીસ હેડ ક્વાર્ટરમાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ યોજાઈ હતી, સાથો સાથ મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી.

રાજકોટ રેન્જના આઈ.જી ની ઉપસ્થિતિમાં જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ 2 - image

 જામનગર જિલ્લામાં રાજકોટ રેન્જના આઈ.જી. અશોક યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, અને તેઓનો ત્રણ દિવસનો જામનગરનો મુકામ રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

 રાજકોટ રેન્જના આઈ.જી ની ઉપસ્થિતિમાં જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ 3 - image

જે અંતર્ગત આજે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં તમામ પોલીસ ઓફિસરોની પરેડ યોજાઇ હતી, જેમાં ઉપસ્થિત રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સલામી જીલવામાં આવી હતી. જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ વગેરે પરેડમાં જોડાયો હતો, સાથો સાથ પોલીસ હેડ ક્વાર્ટરમાં મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News