છોટી કાશીમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
છોટી કાશીમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન 1 - image


                                                                 Image Source: Twitter

જામનગરમાં જલારામ જયંતિ પ્રસંગે રઘુવશી સમાજના સમૂહ ભોજનના રજત જયંતિ વર્ષની ઉજવણીની ઉત્સાહભેર તૈયારી

આવતીકાલે રાત્રે ઓસમાણ મીરનો લોકડાયરો

જામનગર, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

છોટી કાશી જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ જલારામ જયંતિ અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજનનું આ રપમું વર્ષ છે. આ ઉજવણી દરમીયાન આવતીકાલ શનિવારે રાત્રે પ્રદર્શન મેદાન પર સુપ્રસિઘ્ધ કલાકાર ઓસમાણ મીરના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ રજત જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં જલારામ જયંતિની ઉજવણીના લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોની તૈયારીઓ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કાર્યકરો જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ કાનાબાર, મનોજભાઈ અમલાણી, ભરતભાઈ મોદી, અનીલભાઈ ગોકાણી, રાજેશભાઈ કોટેચા, રાજુભાઈ હિડોચા, રાજુભાઈ મારફતીયા, નિલેશભાઈ ઠકરાર, અતુલભાઈ પોપટ, મનિષભાઈ તનના અને મધુભાઈ પાબારી દ્વારા ઉત્સાહભેર પ્રદર્શન મેદાન પર પૂરજોશમાં ચાલી રહી છે.

અને રવિવારે બપોરે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન થશે. એ પહેલા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના (માસ્તાન) સમૂહ ભોજનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News