રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન
જામનગર,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે તેમજ જિલ્લા કાનુની સેવા સતા મંડળ જામનગર દ્વારા આજે તારીખ 9 ડિસેમ્બરના રોજ જિલ્લા અદાલત પરિસરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર જિલ્લાની 24 થી વધુ અદાલતોમાં 9000 થી વધુ કેશો સમાધાન માટે મૂકવામાં આવ્યા છે, અને લોક અદાલતના માધ્યમથી તેમાં સમાધાન કરવામાં આવી રહ્યા છે.