Get The App

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત CPR ટ્રેનિંગ તાલીમનું પ્રથમ તબક્કાનું જામનગર શહેરમાં આયોજન

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત CPR ટ્રેનિંગ તાલીમનું પ્રથમ તબક્કાનું જામનગર શહેરમાં આયોજન 1 - image

જામનગર,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર શહેર તેમજ જિલ્લાના શિક્ષણ પરિવાર તથા શહેર તથા જિલ્લાના શૈક્ષણિક સંગઠનોના સહકારથી તેમજ ભાજપ સેલ સાથેના સંકલનથી તમામ શિક્ષકોનો સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં જામનગર જિલ્લાના વન વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરા, તેમજ જામનગર શહેરના મેયર વિનોદ ખિમસુરીયા, તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુગરા વિશેષ રૂપે ઉપસ્થિતિ રહ્યા હતા.

યુવાનોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સવિશેષ વધી રહ્યું છે, ત્યારે આપણા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોલના પ્રેરક વિચારના ફળસ્વરૂપ શિક્ષણ જગતને  સીપીઆર ટ્રેનિંગ આપવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવીય તેમજ પરોપકારી કાર્યની જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષણ જગત જેમ દરેક કામમાં સમાજ ઉપયોગી પોતાનો ફાળો આપે છે તે જ રીતે આ કાર્યમાં પણ પોતાનો ફાળો આપી શકે, તે હેતુસર તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને આ અંગેની તાલીમ આપવાનો કાર્યક્રમ તારીખ 3.12.2023 ના રોજ યોજવામાં આવ્યો હતો. અને જેમાં આશરે 4000 શિક્ષકોએ આ પ્રથમ તબ્બકામાં હાજર રહી તાલીમ લીધી હતી. સમગ્ર આયોજન તેમજ વ્યવસ્થાપન જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગર પ્રાથમિક જિલ્લા અધિકારી કચેરી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરાયું હતું. ભાજપ ડોકટર સેલ તથા જી.જી.હોસ્પિટલના ડોક્ટર્સની સહયોગથી આ કાર્યક્રમાં તાલીમ આપવાનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.


Google NewsGoogle News