જામનગરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : એક શખ્સની અટકાયત

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : એક શખ્સની અટકાયત 1 - image


Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે. સીટી સી. ડીવીઝન પોલીસે મામા સાહેબના મંદિર પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. 

જામનગરના સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ચૌધરીની સુચનાથી સર્વેલન્સ સ્કોડની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસે સંજય ઉર્ફે બેના બાબુભાઇ ભદ્રાની ધરપકડ કરી હતી અને તેના ઘરની તલાશી લેતાં ઇંગ્લિશ દારૂની કુલ 17 બોટલો કિંમત રૂ.8,500/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Google NewsGoogle News