Get The App

જામનગરમાં શરુ શેકશન રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શરુ શેકશન રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ 1 - image


જામનગરમાં શરુ સેક્શન રોડ ઉપર થી બાઈક પર જઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

જામનગરમાં ગઈકાલે શરૂ સેક્શન રોડ પરથી બાઇકમાં જઈ રહેલા અનીલ કિશોરભાઈ પાણખાણીયા નામના યુવકને ચાલુ બાઈકે હાર્ટએટેક આવતાં ત્યાજ ઢળી પડ્યો હતો.

દરમિયાન બાજુમાંથી પસાર થતા આશિફ નામના યુવાને મદદે દોડી જઇ ૧૦૮ ની ટિમ ને જાણ કરી હતી. જે ટુકડી આવી પહોંચ્યા પછી યુવકને બેશુદ્ધ હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને તેનું હાર્ટ ફેઇલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News