જામનગરમાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ : વધુ એક બાઈકની ચોરીની ફરિયાદ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ : વધુ એક બાઈકની ચોરીની ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર

જામનગર શહેરમાં વાહન ચોરીની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને સમર્પણ સર્કલ પાસેથી કોઈ તસ્કરો એક મોટરસાયકલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 જામનગરમાં પટેલ કોલોની નજીક શાંતિ નગર શેરી નંબર 6 માં રહેતા મયુરસિંહ પ્રદ્યુમનસિંહ વાળા નામના 27 વર્ષના યુવાને જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સમર્પણ હોસ્પિટલની દિવાલ પાસે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે બાઈક ચાલુ કરીને લઈ ગયાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.


Google NewsGoogle News