જામનગરના મેઘપર ગામમાંથી 73 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એકની અટકાયત: મોટર કાર કબજે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
જામનગરના મેઘપર ગામમાંથી 73 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એકની અટકાયત: મોટર કાર કબજે 1 - image

image : Freepik

જામનગર,તા.03 ઓક્ટોબર 2023,મંગળવાર

જામનગર જિલ્લાના મેઘપર ગામમાંથી 73 નંગ દારૂની બોટલના જથ્થા સાથે એક મોટર કાર કબજે કરી કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.

એલસીબી પોલીસેને મળેલ બાતમીના આધારે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પોલીસે દરોડો પડયો હતો અને જી.જે 10-ડીએન-4665 નંબરની સ્વિફ્ટ કારના.ચાલક ગિરિરાજસિંહ ઉર્ફે ભરતસિંહ પિંગળ (મેઘપર) ને આંતરી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂ.29,200 ની કીમતની 73 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર, દારૂ કબજે કર્યા હતા.

આરોપીની પૂછપરછમાં દારૂના સપ્લાયર તરીકે મેઘપર ગામના જ અજીતસિંહ મંગળસિંહ પિંગળ અને મહિપતસિંહ ઉર્ફે ધમો જેઠવાના નામ ખુલવા પામતાં તે બન્નેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News