જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ 1 - image


Crime News Jamnagar : જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં એક રીક્ષાચાલક યુવાન પર હુમલો કરવા અંગે એક મહિલા સહિત ત્રણ શખ્સોસામે સીટી.સી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગતે વિગત એવી છે કે જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા વિજય મલ્લુકદાસ શ્રીમાળી નામના 40 વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાના ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે દીપાબેન નામની મહિલા ઉપરાંત મુંજાભાઈ અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની પુત્રી વિશે આરોપી આડી અવળી વાતો કરતા હોવાથી તેની પત્નીએ બોલાચારી કરી હતી, તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.



Google NewsGoogle News