જામનગર તાલુકાના સિક્કામાં ફટાકડા ફોડવાના પ્રશ્ને કાકા-ભત્રીજા પર હુમલો: સાત સામે ફરિયાદ

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
જામનગર તાલુકાના સિક્કામાં ફટાકડા ફોડવાના પ્રશ્ને કાકા-ભત્રીજા પર હુમલો: સાત સામે ફરિયાદ 1 - image


                                                             Image Source: Freepik

જામનગર, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા પર ફટાકડા ફોડવાના પ્રશ્ને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે, કે જામનગર તાલુકાના સિક્કામાં કારા ભૂંગા વિસ્તારમાં રહેતા હાર્દિક સુરેશભાઈ વોરા નામના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભત્રીજા મિલન ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મનીષ કારાભાઈ પરમાર, જીત પ્રવીણભાઈ ડાભી, પિયુષ માવજીભાઈ રાઠોડ, મીત, અને અમિત પરમાર, તથા તેના અન્ય એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી કાકા ભત્રીજો ફટાકડા ફોડી રહ્યા હતા, દરમિયાન આરોપી મનીષ ત્યાંથી પસાર થતાં તેને રોકેટના તણખા ઉડ્યા હતા. જે પ્રશ્ને બોલાચાલી થયા પછી મનીષ અને તેના અન્ય સાગરિતોએ લાકડાના ધોકા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


Google NewsGoogle News