જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવતી અને તેના પ્રેમી પતિ પર હુમલો : યુવતીના કાકા-કાકી સહિત ચાર સામે ફરિયાદ
Crime Newa Jamnagar : જામનગરમાં ગોવાળ મસ્જિદ પાસે રહેતી એક યુવતી કે જેણે પ્રેમલગ્ન કર્યા હોવાથી પસંદ નહિ પડતાં યુવતીના કાકા કાકી અને પુત્ર સહિત ચાર શખ્સોએ યુવતી અને તેના પ્રેમી પતિ પર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોવાળ મસ્જિદ પાસે રહેતી હુશેનાબેન નિર્મલભાઈ ચાવડા નામની 22 વર્ષની યુવતી, કે જેણે આજથી સાત માસ પહેલાં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ નિર્મલભાઈ ચાવડા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેમાં તેના પિતા વગેરે સાથે સમાધાન થઈ ગયું હતું, પરંતુ તેના કાકા સલીમભાઈ અને તેના પરિવાર સાથે સમાધાન થયું ન હોવાથી તેનું મન દુઃખ ચાલતું હતું.
દરમિયાન ગઈકાલે હુસેનાબેન અને તેના પતિ નિર્મલ ચાવડા ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન કાકા સલીમભાઈ પઠાણ, કાકી મેંફુઝાબેન સલીમભાઈ, તથા તેના બે પુત્રો સોહિલ અને સકલીન પઠાણ કે જે ચારેયએ હુમલો કરી દીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.