જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા બાવાજી યુવાન પર જામીન પડવાના પ્રશ્ને હુમલો: હાથમાં ફેક્ચર થયું

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા બાવાજી યુવાન પર જામીન પડવાના પ્રશ્ને હુમલો: હાથમાં ફેક્ચર થયું 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

જામનગરમાં  કડિયાવાડ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા હિરેનગર નવલગર ગોસાઈ નામના ૨૬ વર્ષના બાવાજી યુવાન પર આસિફ રાઉમાં નામના શખ્સે ધોકા વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

આરોપી સામે તાજેતરમાં પોલીસ કેસ થયો હતો, જેમાં ફરિયાદીને જામીન પડવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદી યુવાન જામીન પડ્યો ન હોવાથી આરોપી ઉસકેરાયો હતો, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News