કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી મહિલા પર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી મહિલા પર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 12 નવેમ્બર 2023

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહીને ખેતી કામ કરતી એક મહિલા પર અગાઉ તેજ ખેતી કામ કરનારા બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

મૂળ રાજકોટ જિલ્લાના લોધિકાની વતની અને હાલ કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહીને ખેતી કામ કરતી કુસુમબેન રવજીભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની મહિલાએ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મૂળ રાજકોટના દિનેશ ઉર્ફે દિલીપ અમરશીભાઈ ચૌહાણ અને ભાવેશ દિનેશભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહિલા જે વાડીમાં કામ કરે છે, તેમાં અગાઉ બંને આરોપીઓ કામ કરતા હતા. તેઓને છુટા કરી દઇ મહિલા અને તેના પતિએ કામ રાખ્યું હોવાથી તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયા નું પોલીસ માં જાહેર થયું છે. સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News