જામનગરના ડીએસપી બંગલા રોડ પર એક સ્કૂટર ચાલક બુજુર્ગને લૂંટી લીધાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
જામનગરના ડીએસપી બંગલા રોડ પર એક સ્કૂટર ચાલક બુજુર્ગને લૂંટી લીધાની ઘટના સામે આવતાં ભારે ચકચાર 1 - image

image : Freepik

- ડબલ સવારી બાઈકમાં આવેલા બે લૂંટારુઓએ હાથમાંથી 70 હજારની સોનાની વીંટી અને રૂપિયા 9000 ની રોકડ લૂંટીને ભાગી છૂટ્યા

જામનગર,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

જામનગરમાં ડીએસપી બંગલા રોડ પર ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં એક બાઈક સવાર બુઝુર્ગને માર મારી હાથમાંથી રૂપિયા 70 હજારની સોનાની વીંટી અને ખિસ્સામાંથી રૂપિયા 9000 ની લૂંટ ચલાવી બે લુટારુઓ ભાગી છૂટયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. જેને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.

 

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચાંદી બજાર લાલબાગ ડેલી ફળી વિસ્તારમાં રહેતા વસંતભાઈ જયંતીભાઈ વોરા નામના 77 વર્ષના બુઝુર્ગ ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ડીએસપી બંગલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ પોતાનું બાઈક આડું નાખી બુઝુર્ગને માર માર્યો હતો, અને તેમના હાથમાંથી 70,000 ની કિંમતની સોનાની વીંટી ઝૂંટવી લીધી હતી. તેમજ તેના શર્ટના ખિસ્સામાં રાખેલી રૂપિયા 9000 ની રોકડની પણ લૂંટ ચલાવી બંને લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. 

જે મામલો સીટી બી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે, અને પોલીસે લૂંટારુઓને પકડવા માટે દોડધામ કરી છે ને કેટલાક સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા છે.


Google NewsGoogle News