જામનગરમાં ડીકેવી રોડ પર રેકડીમાંથી તેલનો ડબ્બો ઊંધો વળી જતાં સમગ્ર રોડ પર તેલ ફેલાયું: વાહનચાલકોને હાલાકી
- સ્થાનિક કોર્પોરેટર દ્વારા તાત્કાલિક અસરથી સફાઈ કામદારોની ટીમને બોલાવી રેતી નાખી રસ્તો ચાલુ કરાવ્યો
જામનગર, તા. 28 જાન્યુઆરી 2024,
જામનગરમાં પંડિત નહેરુ માર્ગ-ડીકેવી રોડ પર પટેલ કોલોની શેરી નંબર બે ના ખૂણા પાસે એક રેકડી માંથી તેલ નો ડબ્બો નીચે પડી ગયો હતો, અને તેનો ઢાંકણ ખુલી જવાથી અને ડબ્બો તૂટી જવાથી માર્ગ પર તેલ ઢોળાયું હતું, અને ચો તરફ ફેલાઈ ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો. કેટલાક વાહનચાલકો તો સ્લીપ પણ થયા હતા.
આ બનાવની જાણકારી મળતાં સવારે 9:00 વાગ્યાના અરસામાં સ્થાનિક કોર્પોરેટર સુભાષભાઈ જોશી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મહાનગરપાલિકાના સફાઈ કામદારોને બોલાવી તાત્કાલિક અસરથી સૌપ્રથમ તેલવાળા ભાગમાં રેતી મંગાવીને પાથરી દીધી હતી, ત્યારબાદ રોડને સાફ કરાવ્યો હતો.
જેમાં હજુ પણ તેલનો ભાગ રહ્યો હોવાથી બીજી વખત રેતી નખાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.