Get The App

જામનગર ફાયર સ્ટેશનના અધિકારીઓએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 2022માં ભાગ લીધો

Updated: Sep 19th, 2022


Google News
Google News
જામનગર ફાયર સ્ટેશનના અધિકારીઓએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 2022માં ભાગ લીધો 1 - image

જામનગર,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના અધિકારી અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશન ૨૦૨૨માં ભાગ લીધો હતો. 

આ કોન્ફરન્સમાં જામનગર ફાયર શાખાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ.પાંડિયન, સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસમીન ભેંસદડીયા, ઉપેન્દ્ર સુમ્બડ, કામિલ મહેતા, સંદીપકુમાર પંડ્યા, ઉમેશ ગામેતી સહિતનાઓએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી ફાયર સેફટીની સલામતી અને ફાયર સેફ્ટી વિષય કામગીરીની વિગતો મેળવી હતી.

Tags :