જામનગરમાં આજે ચેટીચાંદ પર્વની જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખતાં NSUIની ટીમેં વિનંતીપૂર્વક શાળા બંધ કરાવી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં આજે ચેટીચાંદ પર્વની જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખતાં NSUIની ટીમેં વિનંતીપૂર્વક શાળા બંધ કરાવી 1 - image


Cheti Chand 2024 :જામનગર શહેરમાં આજે જાહેર રજાના દિવસે એક ખાનગી સ્કૂલે પોતાની શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું દરમિયાન એન.એસ.યુ. આઈ.ની ટીમ પહોંચી હતી અને વિનંતીપૂર્વક શાળામાંથી વિદ્યાર્થીઓને રજા અપાવડાવી હતી. 

જામનગર શહેરમાં આજે ચેટીચાંદ પર્વની જાહેર રજાના દિવસે પણ ક્રિષ્ના સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલુ રખાયું હતું, અને વિદ્યાર્થીઓને રજાના દિવસે પણ બોલાવીને અભ્યાસ ચાલુ રખાવ્યો હતો.

 જે અંગેની જાણકારી મળતાં એન.એસ.યુ.આઈના કાર્યકરોની ટીમ ક્રિષ્ના સ્કૂલમાં પહોંચી હતી, અને શાળાના સંચાલકોને શિક્ષણ કાર્ય રજાના દિવસે ચાલુ નહીં રાખવાની અપીલ કરી હતી. જેને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને તૂરત જ શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.


Google NewsGoogle News