જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના નામચીન દારૂના ધંધાર્થીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો
જામનગર, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર
જામનગર શહેરમાં દારૂ સહિતની આ સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહેલા શખ્સોની સામે પાસા નું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લઈ વડોદરા ની જેલમાં મોકલી દેવાયો છે.
જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભાવેશ કાંતિભાઈ ગોહિલ નામના શખ્સ સામે દારૂની પ્રવૃત્તિ અંગે ના ગુનો નોંધાયો હોવાથી પોલીસ દ્વારા તેની સામે પાષા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જામનગરના જિલ્લા સમહર્તા સમક્ષ મુકવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે, અને તેની સામે પાસાનું વોરંટ ઇસ્યુ થતાં આજે એલસીબી ની ટીમ દ્વારા આરોપી ભાવેશ કાંતિલાલ ની પાષા હેઠળ અટકાયત કરી લઈ તેને વડોદરા ની જેલમાં મોકલી દેવાયો છે.