Get The App

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત પ્રદર્શન મેદાનમાં બન્ને જિલ્લાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત પ્રદર્શન મેદાનમાં બન્ને જિલ્લાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 1 - image


- સમગ્ર હાલારમાં રેકોર્ડબ્રેક 384 ટીમોએ ભાગ લીધો: સાંસદ દ્વારા ગ્રામીણ સહિતની અન્ય રમતો માટે રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ કરાયું

જામનગર,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત 12 જામનગર-દ્વારકા લોકસભા વિસ્તારમાં વસવાટ કરતા યુવા વર્ગ માટે ખેલ કુદના વાતાવરણને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રત્યેક લોકો તંદુરસ્ત જીવન શૈલી વિશે જાગૃત બને, તે હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 નું ભવ્ય આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ત્રણ માર્ચ સુધીની રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈકાલે સાંજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં રેકોર્ડબ્રેક 384 થી વધુ ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમના હસ્તે કબ્બડી, ખોખો, વોલીબોલ, લાંબી દોડ સહિતની રમતો, ઉપરાંત ગ્રામ્ય કક્ષાની બહેનો માટેની પરંપરાગત રમતો રસ્સા ખેંચ, નારગોલ, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની બહેનો માટેની પણ રમતો નું આયોજન કરાયું છે, જેના રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર જિલ્લાના રાજકીય અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જુદી જુદી રમતોના આયોજન અંગેની પણ જાણકારી અપાઈ હતી. સમગ્ર ખેલ મહોત્સવમાં બન્ને જિલ્લાના પ્રત્યેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લેવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા અપીલ કરાઈ હતી.

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત પ્રદર્શન મેદાનમાં બન્ને જિલ્લાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 2 - image

 ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ખેલ મંત્રી રમાબેનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ભરમાં યોજાયેલા આ સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારમાંથી  આકાશભાઈ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત નગરના મેયર વિનોદ ખીમસુરીયા, કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.વિમલ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશ બાંબણીયા, વિજયસિંહ જેઠવા, ઉપરાંત નગરના પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખઓ, શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, અને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ કરાયું હતું, ત્યારબાદ રાત્રી પ્રકાશ ટેનીશ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો.

 જેમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે ટોસ વિધિ કરાઇ હતી, અને ત્રણ માર્ચ સુધીની લાંબી રાત્રી પ્રકાશ ટેનીશ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. તેમજ અન્ય જુદી જુદી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024 અંતર્ગત પ્રદર્શન મેદાનમાં બન્ને જિલ્લાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 3 - image

પ્રદર્શન ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે સાંસદ બેટ બોલથી રમ્યા:ભવ્ય આતશબાજી કરાઈ

જામનગરના પ્રદર્શન મેદાનમાં ત્રણ માર્ચ સુધી ની લાંબી રાત્રી પ્રકાશ ટેનીશબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈકાલ સાંજથી પ્રારંભ થયો હતો, જેમાં ટુર્નામેન્ટના પ્રારંભે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સમગ્ર આકાશ રંગીન બન્યું હતું.

 આ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચની ટોસ વીધી સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરાઈ હતી, અને મહરમાનોની સાથે ક્રિકેટ પીચ પર પહોંચી બંને ટીમના ખેલાડીઓ સાથે પરિચય વિધિ કર્યા બાદ તેઓ જાતે ટેનિસબોલ અને બેટ વડે ક્રિકેટ પણ રમ્યા હતા, અને બેટ વડે ફટકાબાજી કરી હતી.જ્યાં  ઉપસ્થિત અગ્રણીઓએ સાંસદની રમત પ્રત્યેની જાગૃતિ અંગેના દર્શન નિહાળીને તેઓને તાળીઓથી વધાવ્યા હતા.


Google NewsGoogle News