જામનગરના લાખેણા લાખોટા તળાવમાં પણ નવા પાણી આવ્યા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખેણાં લાખોટા તળાવમાં પણ આજે નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે, અને વહેલી સવારથી જ દરેડની કેનાલ મારફતે લાખોટા તળાવમાં ધીમી ગતિએ પાણી ઠલવાઈ રહ્યું છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી કેનાલ મારફતે પાણીનો પ્રવાહ શરૂ થયો હતો, અને વહેલી સવારથી લાખોટા તળાવમાં પાણીની આવક શરૂ થઈ જતાં કેટલાક નગરજનો પાણીનો પ્રવાહ જોવા માટે ઉમટેલા જોવા મળ્યા હતા.