જામનગરના એસટી ડેપો પરથી નવી સ્લીપર કોચ ડીલક્ષ એસટી બસનો મેયર-ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જામનગરના એસટી ડેપો પરથી નવી સ્લીપર કોચ ડીલક્ષ એસટી બસનો મેયર-ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું 1 - image

જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર

જામનગરના એસ.ટી. ડેપો પરથી આજે એક સ્લીપર કોચ અને પાંચ ડીલક્ષ એસ.ટી. બસ સહિતની જુદી જુદી છ નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાના હસ્તે જામનગર થી ઝાલોદ સ્લીપર કોચનું પ્રસ્થાન કરાવાયું હતું. આ વેળાએ તેઓની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.

 આ ઉપરાંત જામનગર થી બારીયા બે ડીલક્ષ બસ, તેમજ જામનગર થી શાંતિવન, જામનગર થી કોડીનાર, અને જામનગર થી અમદાવાદ એક-એક ડીલક્ષ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગરના એસટી ડિવિઝનના અધિકારી તેમજ એસ.ટી. ડિવિઝનનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.


Google NewsGoogle News