જામનગર નજીક ધ્રોલમાં માતા-પિતા સાથે ઝઘડો કરી રહેલા પુત્રને સમજાવવા જતાં પાડોશી યુવાન પર હુમલો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ધ્રોલમાં માતા-પિતા સાથે ઝઘડો કરી રહેલા પુત્રને સમજાવવા જતાં પાડોશી યુવાન પર હુમલો 1 - image

image : Freepik

Jamnagar Crime News :  જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે વિચિત્ર ઘટના બની છે. એક શખ્સ પોતાના માતા પિતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જે પાડોશી જોઈ નહીં શકતાં તેને સમજાવવા અને માતા-પિતા સાથે ઝઘડો કરવાની ના પાડવા જતાં કપાતર પુત્ર ઉશ્કેરાયો હતો અને પાડોશી યુવાન પર ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રાજકોટ હાઇવે રોડ પર રહેતા સાગર હરસુખભાઈ પરમાર નામના 24 વર્ષના યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા લખન સુખાભાઈ સાડમીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી લખન, કે જે પોતાના ઘેર માતા-પિતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. દરમિયાન પાડોશમાં જ રહેતા ફરીયાદી સાગર પરમારે તેના ઘેર જઈ ઝઘડો નહીં કરવા માટેની વાત કરી હતી, અને માતા-પિતા સાથે ઝઘડો કરતાં અટકાવ્યો હતો.

દરમિયાન આરોપી લખન ઉશ્કેરાયો હતો, અને ઘરમાંથી વલાકડાનો ધોકો કાઢીને ફરિયાદી યુવાન પર હુમલો કરી દઇ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જેથી મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો છે.


Google NewsGoogle News