Get The App

જામનગરમાં જુના ઝઘડાનું મનદુ:ખ રાખી મહિલા પર જુના પાડોશી દ્નારા હુમલો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં જુના ઝઘડાનું મનદુ:ખ રાખી મહિલા પર જુના પાડોશી દ્નારા હુમલો 1 - image

image : Freepik

- જુના પાડોશી દંપતિએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં એક મહિલાને તેના જુના પાડોશીએ જુના ઝઘડાનું મનદુ:ખ રાખી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. 

પોલીસ સુત્રાએ જાહેર કરેલી વિગતો મુજબ હાલ જામનગર શહેરના રંગમતી સોસાયટીમાં રહેતા ફિરદોશબેન ઈસ્માઈલભાઈ ચનાણી નામના મહિલા પહેલા ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતા હતા ત્યારે તેમના પાડોશી કાસમભાઈ વાઘેર અને તેમના પત્ની તેમના ઘરમાં કચરો નાખતા હોય અને આવારા તત્વોને ભેગા કરી ઘરની સામે બેસતા હોય જેથી  તેમની સાથે અવાર નવાર બોલાચાલી અને નાના મોટા ઝઘડાથી તંગ આવી તેમણ પોતાનું ઘર છોડી રંગમતી સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા દરમિયાન ગઈકાતે તેમના પાડોશી રજાકભાઈ આરબની પુત્રીના લગ્ન હોવાથી પરિવાર સાથે લગ્નમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં ગયા હતા જયાં કાસમ વાઘેરે તેણીના પતિ સાથે માથાકુટ કરી હતી, અને તેણીને કાસમ વાઘેરે લાકડાના ધોકો માથામાં તથા વાસામાં માર્યા હતાં અને લોકો એકઠા થઈ જતાં બંને પતિ પત્નીએ આ એરિયામાં આવશો તો જીવતા રહેવા દેશું નહીં તેમ કહી બંને ત્યાંથી નિકળી ગયા હતા.

આ બનાવ અંગે ફિરદોશબેનની ફરિયાદના આધારે સીટી એ. ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News