જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં આજે નાલસા પ્લાન મુજબ નેશનલ લોક અદાલત યોજાઈ
Lok Adalat in Jamnagar : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આજે તા.22-06-2024 નાં રોજ, જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારનાં કેસ, લગ્ન વિષયક તકરારનાં કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારનાં કેસ, જમીન સંપાદનનાં કેસ, સર્વિસ મેટરનાં પે અને એલાઉન્સીસ અને નિવૃતિનાં લાભનાં કેસ, રેવન્યુ કેસ( ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તેમજ અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું આજે નાલસાના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે.