Get The App

રૂપિયા 60 લાખના ચેક પરત ફરવાના કેસમાં નાગપુરની કંપનીના ડાયરેક્ટરને બે વર્ષની સાદી કેદની સજા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
રૂપિયા 60 લાખના ચેક પરત ફરવાના કેસમાં નાગપુરની કંપનીના ડાયરેક્ટરને બે વર્ષની સાદી કેદની સજા 1 - image


Jamnagar : વિર્દભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર.જૈનને રૂ.60,00,000 ના ચેક રીટર્નના કેસમાં બે વર્ષની સજાનો અદાલતે હુકમ કર્યો છે.

એટલાન્ટીક એન્જી. ટેક ના માલીક મુકેશભાઈ ગીરધરભાઈ ચોવટીયા બ્રાસપાર્ટ મટીરીયલ્સ ફોરજીંગ બોડી વિગેરે આઈટમ બનાવીને વેંચાણનો વેપાર ધંધો કરે છે તેઓ પાસેથી વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર.જૈન દ્વારા તેમની જરૂરીયાત મુજબના બ્રાસપાર્ટ મટીરીયલ્સ ફોરજીંગ બોડી વિગેરેની અલગ અલગ બીલ થી રૂ.1,70,17,414 ની રકમની ખરીદી કરવામાં આવી હતી.

 અને ઉપરોકત રકમ પૈકીની રકમની પરત ચુકવણી માટે વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર. જૈન દ્વારા રૂ.ત્રીસ-ત્રીસ લાખના બે ચેકો આપવામાં આવ્યા હતા.  જે ચેકો બેંક ખાતામાં રજુ કરતા એકસીડ એરેજમેન્ટના કારણે ચેકો પરત ફર્યા હતા. જેથી એટલાન્ટીક એન્જી. ટેક ના માલીક મુકેશભાઈ ગીરધરભાઈ ચોવટીયા દ્વારા વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર.જૈન સામે જામનગરની અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

જે કેસ જામનગરના એડી.ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ આર.બી.ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી વિદર્ભ ગેસ વેસલ્સ પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ડાયરેકટર સીમા આર.જૈનને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.રૂપિયા સાઈઠ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ અને જો ચેકો મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરેલ છે.

 


Google NewsGoogle News