જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાંઓનો સિતમ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
Harassment FIR In Jamnagar : જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરણીતાને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ દહેજના કારણે મારકુટ કરી, ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી સોફિયાબેન આદિલભાઈ હમીરકા નામની 23 વર્ષની મુસ્લિમ પરણીતાને તેણીના પતિ-સાસુ-સસરા વગેરેએ નાની નાની બાબતોમાં વાંક કાઢી માવતરે થી પૈસા લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.
જેથી સોફિયાબેને જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સોફિયાબેનના પતિ આદિલ હમીરકા, સસરા યુસુફ હમીરકા, અને સાસુ રૂકીયાબેન યુસુફ હમીરકા સામે સ્ત્રી અત્યાચાર ધારા તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.