Get The App

જામનગર નજીક જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતી પર તલાકસુદા પતિનો છરી વડે હુમલો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતી પર તલાકસુદા પતિનો છરી વડે હુમલો 1 - image

image : Freepik

જામનગર,તા.02 માર્ચ 2024,શનિવાર

જામનગરમાં બેડેશ્વર નજીક જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી પર તેણીના પૂર્વ પતિએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે યુવતીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે હુમલાખોર શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર નજીક જોડિયા ભુંગા વિસ્તારમાં કચ્છી પાડો વિસ્તારમાં રહેતી રેશ્માબેન અબાભાઈ નામની 30 વર્ષની યુવતીએ પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના પૂર્વ પતિ ઇમરાન અહમદભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રેશમાબેને પોતાના પૂર્વ પતિ ઈમરાન અહમદભાઈ દલને આજથી ત્રણ વર્ષ પહેલાં તલાક આપી દીધા હતા, અને પોતાના દસ વર્ષના પુત્ર સાથે રહેતી હતી.

 દરમિયાન ગઈકાલે તેનો પુત્ર હુસેન અને તેના ભાભી હીનાબેન કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી દવા લઈને જોડિયા ભુંગા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન આરોપી સામે મળી જતાં તેણે ઉસ્કેરાટમાં આવી જઈ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

 પોલીસે હુમલાખોર ઇમરાન દલ સામે આઇપીસી કલમ 326, 324, 504 તેમજ જીપીએકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે. જે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News