કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં બે યુવાનો પર ચેનચાળા કરવા અંગે બોલા ચાલી પછી ખૂની હુમલો: ત્રણ સામે ફરિયાદ

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં બે યુવાનો પર ચેનચાળા કરવા અંગે બોલા ચાલી પછી ખૂની હુમલો: ત્રણ સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 26 નવેમ્બર 2023, રવિવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બે યુવાનો ઉપર ઠઠ્ઠા મશ્કરી અને ચેન ચાળા કરવાના પ્રકરણમાં ત્રણ શખ્સો એ લોખંડના પાઇપ અને કુંડલી વાળી લાકડી વડે હુમલો કરી માથું ફાડી નાખી ખૂનની કોશિશ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ હત્યા પ્રયાસ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભાણાભાઈ રતાભાઇ ઠુંગા નામના 45 વર્ષના ભરવાડ યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ગોપાલભાઈ ઉપર લોખંડના પાઇપ અને કુંડળી લાકડી વડે હુમલો કરી હેમરેજ તેમજ ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડવા અંગે, અને હત્યાનો પ્રયાસ કરવા અંગે આલરવ માણહીરભાઈ ચારણ, સોમો માણહીરભાઈ ચારણ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન તેના મિત્ર ગોપાલ સાથે મગફળીના ભુકાનો ફેરો કરવા માટે ગયા હતા, જ્યાં આરોપી દ્વારા તેની મજાક મશ્કરી કરવામાં આવી હતી, જે બાબતે સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને જીવલેણ હુમલો કરી દીધો હતો.  

કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે ખૂનની કોશિશ અંગેના ગુનો નોંધ્યો છે, અને તેઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે તેઓને પકવવા માટેની દોડધામ શરૂ કરી છે.


Google NewsGoogle News